અમદાવાદઃ રાજ્યભરમાં ગરમી કાળો કેર વર્તાવી રહી છે અમદાવાદ શહેરમાં પારો 43 ડિગ્રીએ પહોંચ્યો છે શહેરના નિકોલ વિસ્તારમાં ભારે ગરમીના કારણે મારુતિ 800 કારમાં આગ લાગી હતી જોકે ચાલકે સમય સૂચકતા વાપરતા તેનો જીવ બચ્યો હતો બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આગ બુઝાવવા પ્રયાસ કર્યા હતા આગ લાગવા પાછળનું કારણ હજી જાણી શકાયું નથી