રાજ્યમાં એક તરફ ભીષણ ગરમીના કારણે રેડ એલર્ટ અપાયેલું છે તેવા કાળઝાળ માહોલમાં ગાંધીનગરમાં કેટલાક જાગૃત નાગરિકોએ બોરવેલનાખાડામાં પડી ગયેલી ગાયને રેસ્ક્યુ કરીને માનવતાનાં દર્શન કરાવ્યાં હતાં સરગાસણની રેડિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સના પાછળના ભાગે આવેલીએક કન્સ્ટ્રક્શન સાઈટ પર બોરવેલ બનાવ્યા તેનો ખાડો પૂરવામાં નહોતો આવ્યો જેના કારણે એક ગાય તે ખાડામાં જઈને ફસાઈ ગઈ હતી ગાયજેમ જેમ જાતે નીકળવા પ્રયત્ન કરતી ગઈ હતી તેમ તેમ તે વધુ ફસાઈ ગઈ હતી આ ઘટના ત્યાંના સ્થાનિકોની નજરે પડતાં જ તે બધાએ ભેગાથઈને જાતે જ આ ગાયને બહાર નીકાળી હતી રેસ્ક્યુ ટીમની રાહ જોયા વગર જ સ્થાનિકોએ જે રીતે ગાયને બચાવી હતી તે જોઈને અન્ય લોકોએ
પણ તેમના વખાણ કર્યા હતા સાથે જ આ રીતે ગાયને રખડતી મૂકી દેનારા લોકો અને કન્સ્ટ્રક્શન સાઈટ પર પણ આમ બોરવેલ માટેનો ખાડોખુલ્લો મૂકી દેનારા તત્વો સામે પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો