રાજકોટ:150 ફૂટ રિંગ રોડ પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો કપચી ભરેલા ઓવરલોડેડ ટ્રકની બ્રેક ફેઈલ થઈ જતાં 2 કારને અડફેડે લીધી હતી આ અકસ્માતમાં 2થી વધુ લોકોને ઈજા થઈ હતી જેથી તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જો કે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી આ અકસ્માત ઈન્દિરા સર્કલ પર આવેલા ચીમનભાઈ શુક્લ ઓવરબ્રિજ પર સર્જાયો હતો જેને લઈને 2-3 કલાક માટે ટ્રાફિકજામ સર્જાયો હતો