સુરતઃ સાપુતારામાં અકસ્માત માટે કુખ્યાત ઘાટમાર્ગ પર આજે એક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો ખાનગી બસની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી અને ઘાટ ચડી ન શકતા રિર્વસ થઈ ખીણમાં ઉતરવા લાગી હતી હતી દરમિયાન વચ્ચે એક વૃક્ષ આવી જતા તમામ પ્રવાસીઓનો ચમત્કારિક બચાવ થયો હતો જોકે, આ અકસ્માતમાં 10 જેટલા પ્રવાસીઓને સામાન્ય ઈજા થઈ હતી