મુંબઈઃઆર્થિક ભીંસને લીધે સેવા સ્થગિત કરવામાં આવેલી જેટ એરવેઝના નાલાસોપારા એક સિનિયર ટેક્નિશિયને પોતાના ઘરની ઈમારતના ચોથા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી હતી કેન્સરને લીધે આર્થિક ભીંસમાં આવતા તે તાણ હેઠળ હતો આર્થિક તાણમાં તેણે આત્મહત્યા કરી હોવાનું તેના અમુક સાથીઓનું કહેવું છે જ્યારે પોલીસે જણાવ્યું કે બીમારીથી કંટાળીને તેણે અંતિમ પગલું ભર્યું છે
નાલાસોપારા પૂર્વની ઓસવાલ નગરીમાં સાઈપૂજા સોસાયટીમાં રહેતા મૃતક 53 વર્ષીય શૈલેન્દ્રકુમાર સિંહ બપોરે 12 વાગ્યે અગાશી પર ગયો અને ભૂસકો મારવાની કોશિશ કરવા લાગ્યો સોસાયટીના અમુક મેમ્બરો ભેગા થયા અને તેને સમજાવવા લાગ્યા હતાદરમિયાન પોલીસ અને ફાયરબ્રિગેડ પણ આવી ગઈ હતી તેઓ કોઈ ઉપાય તે તે પૂર્વે બપોરે 130 કલાકે ભૂસકો મારી દીધો હતો, જેમાં દીવાલની બાજુમાં રેલવેના નાળામાં પડીને મૃત્યુ પામ્યો હતો
તેને કેન્સર હતો તેની પર કેમોથેરપી ચાલી રહી હતી શુક્રવારે બપોરે તેણે અંતિમ પગલું ભર્યું હતું સિંહના અમુક સાથી કર્મચારીઓનું એવું કહેવું છે કે જેટ એરવેઝની સેવા બંધ થવાને લીધે કર્મચારીની આત્મહત્યાનો આ પ્રથમ કેસ છે સિંહનો પુત્ર પણ જેટમાં ઓપરેશન્સ વિભાગમાં કામ કરતો હતો જોકે કંપની બંધ થવાથી બંનેની આવક બંધ થઈ ગઈ હતી અને સિંહનો ઉપચારનો ખર્ચ પણ વધતો હતો તેથી હતાશ થઈને તેણે આ પગલું ભર્યું છે
સિંહ પાછળ તેની પત્ની, બે દીકરા અને બે દીકરી છેજેટના આશરે 20,000 કર્મચારીઓ અનેક મહિનાથી પગાર નહીં મળતાં હતાશ છે જેટે અચાનક અનિશ્ચિત મુદત માટે સેવા સ્થગિત કરી છે, જેને લીધે આ બધા જ આર્થિક ભીંસમાં આવી ગયા છે