તુવેર કૌભાંડી ભરત વઘાસિયાની વાડીમાંથી મોટા જથ્થામાં તુવેર મળી, મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા

2019-04-27 1,150

જૂનાગઢ:કેશોદમાં થયેલા તુવેરકાંડમાં કૌભાંડી ભરત વઘાસિયાની વાડીમાંથી શંકાસ્પદ તુવેર મળી આવી છે હિતરક્ષક સમિતિ દ્વારા રેડ પાડવામાં આવતા મોટા પ્રમાણમાં તુવેરનો જથ્થો મળી આવ્યો હતો ભરત વઘાસિયાની વાડી મેંદરડા તાલુકામાં આવી છે ભરતભાઈની વાડીમાંથી જે તુવેરના કટ્ટા મળ્યાં છે તે એમપીના કટ્ટો હોવાનો ઉલ્લેખ છે કટ્ટા પર સેવા સહકારી સમિતિ સલવાનો ઉલ્લેખ છે અને આ તુવેર એક વર્ષ જૂની હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જો આ સમગ્ર મામલે યોગ્ય તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે

Videos similaires