કાનપુર એરપોર્ટ પર રાહુલ-પ્રિયંકાનો અનોખો અંદાજ

2019-04-27 1

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટીને જીત અપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે આ દરમિયાન શનિવારે બંને કાનપુરના હેલિપેડ પર એક અલગ અંદાજમાં જોવા મળ્યા હતા આ દરમિયાન રાહુલ ગાંધીએ એક સારા ભાઈ હોવાનો અર્થ જણાવ્યો હતો

રાહુલે કહ્યું, હું તમને જણાવું કે, એક સારા ભાઈ હોવાનો અર્થ શું છે હું લાંબી લાંબી યાત્રાઓ નાના હેલિકોપ્ટરમાં કરુ છું જ્યારે પ્રિયંકાને નાની યાત્રાઓ માટે મોટું હેલિકોપ્ટર મળ્યું છે

આ મજાક મસ્તી પછી રાહુલ અને પ્રિયંકાએ એરપોર્ટ સ્ટાફ સાથે ફોટા પણ પડાવ્યા ત્યારપછી પ્રિયંકા ગાડીથી ઉન્નાવ માટે રવાના થઈ ગયા અને ત્યાં તેઓ રોડ શો કરશે ત્યારપછી પ્રિયંકા બારાબંકી જશે અને ત્યાં પણ રોડ શો કરશે જ્યારે રાહુલ રાયબરેલી અને અમેઠીમાં રેલી સંબોધીત કરશે