સુરતઃવરાછા વિસ્તારમાં આવેલા હીરાના કારખાનામાંથી નોકરે જ એક કરોડથી વધુના હીરાની ચોરી કરી નાસી ગયો હતો પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ વરાછા કમલા એસ્ટેટ કોમ્પલેક્સના બીજા માળે જે મહેશ એન્ડ કુના કારખાનામાં કામ કરતો ચીમનારામ ચતુરરામ થોરી (જાટ) રહે રૂમ નંબર બી 53 અંબીકાનગર ચંદ્ર કોલોની ત્રીકમનગર વરાછા સુરત મૂળવતન ગામ બાંડ તાબુડામાલાણી જી બાડમેર (રાજસ્થાન)ના ગત 25મીના રોજ હીરાના કારખાનામાંથી 1610 કેરેટ તૈયાર હીરા તથા સેમી પ્રોસેસના રફ હીરા 74098 કેરેટ મળી કુલ 1 કરોડ 85 હજાર 780ના મતાની ચોરી કરી નાસી ગયો હતો ચોરીની સમગ્ર ઘટના અંગે મહેશભાઈ નાનજીભાઈ લાઠીયાએ ફરિયાદ નોંધવતાં પોલીસે સીસીટીવી મેળવવા સહિત ચોરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે