રાજકોટ: ગોંડલ નેશનલ હાઈવે પર આવેલા ભરૂડી ટોલટેક્સ પર 2 બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એકનું મોત થયું હતું જ્યારે 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત થતાં તેઓને શાપર અને રાજકોટની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જો કે અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી હાલ ગોંડલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે મહત્વનું છે કે દલિત પરિવારનો એકનો એક પુત્ર હતો અને આ ત્રણેય યુવાનો રિબડા ગામના જ રહેવાસી હતા