અમરેલી: હાલ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે અમરેલી જિલ્લાના ઘોબા બૃહદ ગીરમાં રાજવી પરિવારની વાડીમાં જામ્બો નામના સિંહ અને ભૂરી નામની સિંહણનું મેટિંગ સામે આવ્યુંછે તેમાં પણ આશ્ચર્યની વાત તો એ છે કે, સિંહ યુગલચોમાસાને બદલે 43 ડીગ્રી તાપમાન વચ્ચે મેટિંગ કરતું જોવા મળ્યું છે
જૂનથી ચાર માસ સિંહોનો સંવનન કાળ
જૂન માસથી સાસણગીરના અભ્યારણના સિંહોનું વેકેશન શરૂ થઈ જતું હોય છે, એટલે કે દર વર્ષે ચાર માસ સુધી સાસણગીરમાં સિંહ દર્શન માટેની પરવાનગી નથી મળતી માનવીની જેમ સંભોગના સમયને ઉત્તમ ગણીને તેનો અનેરો આનંદ ઉઠાવે છે એવી જ રીતે સિંહ સહિતના પ્રાણીઓ પણ વર્ષ દરમ્યાન આવતા પોતાના સંવનન સમયનો અનેરો આનંદ માણે છે જૂન મહિનાથી લઈને ચાર માસ સિંહનાં સંવનન કાળનો ઉત્તમ સમય માનવામાં આવે છે આ સમયગાળામાં પ્રવાસીઓ સિંહોને રતિક્રિડામાં ખલેલ ન પહોંચાડે એટલા માટે વર્ષ દરમ્યાન આ ચાર માસ માટે સાસણગીર અભ્યારણમાં પ્રવેશ બંધ કરી દેવામાં આવે છે
બારે માસ મેટિંગ કરે પણ બચ્ચાં જન્મવાનું નક્કી નહીં
વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના જી સાયન્ટિસ્ટ ડો વાય વી ઝાલા મુજબ, સિંહોમાં બહુ ઓછા પ્રમાણમાં સિઝનલ બ્રીડિંગ જોવા મળે છે તે બારે માસ મેટિંગ કરે છે, પણ મેટિંગ બાદ બચ્ચાં જન્મે કે નહીં, એ બાબત ઇન્ડ્યુસ પોરુલેશન પ્રક્રિયા પર આધારિત હોય છે
(માહિતી અને વીડિયોઃ જયદેવ વરૂ, અમરેલી)