અમદાવાદ-મોરબી હાઈવે પર બે કાર વચ્ચેના અકસ્માતમાં એક મહિલા સહિતા પાંચના મોત

2019-04-26 2,179

અમદાવાદ-મોરબીના માળિયા હાઈવ પર બે કાર વચ્ચે અકસ્માતમાં એક મહિલા સહિત પાંચ લોકોના મોત નીપજ્યા છે જ્યારે 2 ઘાયલ મહિલાઓને 108ની મદદથી મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવી છે બનાવની જાણ થતાં માળિયા પીએસઆઇ જેડીઝાલા અને તેની ટીમ દોડી ગઇ હતી અને મૃતદેહનો કબ્જો મેળવી પીએમ માટે માળિયાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મળતી માહિતી પ્રમાણે સેવરેલેટ બીટ અને હ્યુન્ડાઈ આઈ-20 વચ્ચે ટક્કર થઈ હતી હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા ભારે જહેમત બાદ મૃતદેહ કારમાંથી બહાર કઢાયા હતા

Videos similaires