રાજકોટ: તસ્કરોએ યુનિવર્સિટી રોડ પ્રેમ મંદિર પાછળ આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એરિયાની બ્રાંચ પોસ્ટ ઓફિસમાં ત્રાટકી સ્ટ્રોંગ રૂમની તિજોરી ગેસ કટરથી કાપી 42 હજાર રોકડની ચોરી કરી હતી આ અંગે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તસ્કરોએ ડીવીઆર પણ ચોરી ગયા છે
સ્ટ્રોંગ રૂમની તિજોરી ગેસ કટરથી કાપી:ગત સાંજે સાડા સાતેક વાગ્યે પોસ્ટ ઓફિસ બંધ કરવામાં આવી હતી સવારે પોસ્ટમેન આવ્યા ત્યારે દરવાજાના નકુચા તાળા તૂટેલા જોવા મળ્યા હતાં અંદર તપાસ કરતાં ચોરી થયાનું જણાતાં તેણે બ્રાંચ મેનેજર જયસુખભાઇ પરષોત્તમભાઇ વસોયાને જાણ કરતાં તેઓ દોડી આવ્યા હતા અને તપાસ કરતાં તસ્કરો સ્ટ્રોંગ રૂમની તિજોરી ગેસ કટરથી કાપીને રૂા 42,791ની રોકડ ચોરી ગયાનુ જાણવા મળ્યું છે