વડોદરા પાસે લીમડા ગામના તળાવમાં કાર ખાબકતા બે સગા ભાઇના મોત

2019-04-26 2,950

વડોદરા: વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના લીમડા ગામમાં રહેતા વિરેન્દ્ર મહેન્દ્રભાઇ વર્મા(20) અને ગોવિંદા મહેન્દ્ર વર્મા (17) નામના બે સગા ભાઇઓ આજે સ્વિફ્ટ ડિઝાયર કાર લઇને કામ માટે નીકળ્યા હતા લીમડા ગામના તળાવ પાસેથી તેઓ પસાર થઇ રહ્યા હતા તે સમયે કારના સ્ટેઇરિંગ પરથી કાબુ ગુમાવતા કાર તળાવમાં ખાબકી હતી તળાવમાં ખાબકતા જ કાર ઉંડા પાણીમાં ગરક થઇ ગઇ હતી આ બનાવની જાણ ગામના ગામ લોકો અને તરવૈયાઓ આવ્યા હતા તરવૈયાઓએ કાર સાથે તળાવમાં ડૂબેલા યુવાનોને કારનો દરવાજો તોડી બહાર કાઢ્યા હતા બીજી બાજુ આ બનાવની જાણ વાઘોડિયા પોલીસને થતાં પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી અને લાશનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી

Videos similaires