ડેનવરમાં મુખ્ય હાઇવે પર એકસાથે અસંખ્ય વાહનો અથડાતા બ્લાસ્ટ, મોટી સંખ્યામાં જાનહાનિ

2019-04-26 2,202

અમેરિકાના કોલોરાડોની રાજધાની ડેનવરમાં સંખ્યાબંધ વાહનોને અકસ્માત નડતા મોટી સંખ્યામાં જાનહાનિ થઇ છે ડેનવર પોસ્ટ અનુસાર, શહેરના ઇન્ટરસ્ટેટ 70માં સાંજે ટ્રેક્ટર-ટેઇલર સાથે એકસાથે અનેક વાહનો અથડાયા હતા અકસ્માતના કારણે મોટો ધડાકો થતાં 3 ટ્રક અને 12 કાર સળગી ગઇ હતી પોલીસના જણાવ્યા અનુસાર, ટ્રાફિકના કારણે તમામ વાહનો ધીરેધીરે આગળ વધી રહ્યા હતા, તે જ સમયે ટ્રેક્ટર ધડાકાભેર એક વાહન સાથે અથડાતાં આટલી મોટી સંખ્યામાં વાહનોને નુકસાન થયું અને આગ ફેલાઇ ગઇ

Videos similaires