BJP કાર્યકર્તાઓને સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કાલે મેં જે દ્રશ્ય જોયું તેમાં તમારા પરસેવાની સુગંધ આવતી હતી હું પણ એક સમયે બુથ કાર્યકર્તા રહ્યો છું મને પણ દીવાલો પર પોસ્ટર લગાવવાનું સૌભાગ્ય મળ્યું છે પીએમએ કહ્યું, આજે દેશમાં લોકો જાતે જ કહી રહ્યા છે કે, ફરી એક વાર મોદી સરકાર આ વખતે પોલિટિકલ પંડિતોને ખૂબ માથુ ખપાવવું પડશે જનતાએ નક્કી કરી લીધું છે તેમને શું કરવું છે આ ઈતિહાસમાં પહેલો મોકો છે જ્યારે આ રીતે ચૂંટણી લડવામાં આવી રહી છે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અહીં કાર્યકર્તાઓએ જણાવ્યું કે, કાશી જીતવાનું કામ કાલે જ પુરૂ થઈ ગયું છે હવે આપણે પોલિંગ બૂથ જીતવાના છે મોદી હારે કે જીતે તે ગંગા મૈયા જોઈ લશે પરંતુ મારા બૂથનો કાર્યકર્તા ન હારવો જોઈએ અમારો લક્ષ્યાંક પોલિંગ બૂથ જીતવાનો હોવો જોઈએ તેમણે કહ્યું કે, આપણે આ વખતે મતદાનના દરેક રેકોર્ડ તોડી નાખવા છે મોદી કેટલા વોટથી જીતે તે મહત્વનું નથી હું ગુજરાતમાં ઈચ્છતો હતો કે પુરુષો કરતા મહિલાઓનું વોટિંગ પાંચ ટકા વધારે થાય અને આ વખતે વારાણસીમાં પણ આવું થવું જોઈએ