વાહનચાલકોને ગેરકાયદેસર રીતે રોકી ખુલ્લેઆમ હપ્તા વસુલતો ટ્રાફિક વોર્ડનનો વીડિયો વાઈરલ

2019-04-25 10,050

રાજકોટ:શહેરના આટકોટ રોડ પર આવેલા બાયપાસ સર્કલ નજીક જસદણ પોલીસ અને ટ્રાફિક વોર્ડન દ્વારા વાહનચાલકો પાસેથી ખુલ્લેઆમ હપ્તા વસુલ કરવામાં આવી રહ્યા છે જેના કારણે વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે એક જાગૃત વાહનચાલકે જસદણ પોલીસના માણસો અને ટ્રાફિક વોર્ડન છકડો રિક્ષાના ચાલક પાસેથી ખુલ્લેઆમ હપ્તા વસુલ કરતો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે સમગ્ર મામલે હાલ પોલીસ તંત્ર પણ દોડતુ થઈ ગયું છે

Videos similaires