12મા માળેથી પગ લપસતાં બાળકી નીચે પટકાઈ, ઘટના CCTVમાં કેદ

2019-04-25 6,606

સુરત: શહેરમાં 13 એપ્રિલના રોજ સારોલીના પૂણા કુંભારિયા રોડ પર આવેલાં નેચરવેલી એપાર્ટમેન્ટના 12મા માળેથી (120 ફૂટ) ઉંચાઈએથી 13 વર્ષની હેતલ નામની કિશોરીનો પગ લપસતાં નીચે પટકાઈ હતી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે કિશોરીને હાથ-પગ, માથું અને કરોડરજ્જુ સહિતની જગ્યાઓ પર 18 જેટલાં ફ્રેક્ચર થયાં હતાં 12માં માળેથી પટકાયેલી વ્યક્તિ બચી ન શકે, પણ પતરાંનાં શેડ પર પડતાં શેડ તૂટી ગયો, જેથી પછડાટ ઓછી લાગતાં તે બચી ગઈ હતી ડોક્ટરોએ તેના પર ઘણી બધી સર્જરીએ કર્યા બાદ હવે તે સ્વસ્થ થઈ રહી છે

Videos similaires