વડોદરાઃ વડોદરા શહેરના અક્ષરચોક પાસે આવેલા રિલાયન્સ મોલની પાછળ વડોદરાની ડ્રામા આર્ટિસ્ટ પ્રાચી મૌર્ય(25)ની ગળુ દબાવીને હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો છે પ્રેમ પ્રકરણમાં હત્યા થઇ હોવાનું પોલીસ માની રહી છે પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે