રાજકોટમાં પત્ની અને પુત્રને ગળે છરી મારી કારખાનેદારનો ઝેરી દવા પી આપઘાત

2019-04-25 1,208

રાજકોટ:શહેરમાં જીવરાજપાર્કમાં રહેતા કારખાનેદારે પત્ની અને પુત્રના ગળાના ભાગે છરી મારી પોતે આપઘાત કરી લીધો છે 45 વર્ષિય રાજેશભાઈ પટેલે પહેલા પત્ની અને પુત્રના ગળાના ભાગે છરી મારી હતી જે બાદ પોતે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો 45 વર્ષિય પત્ની સોનલ પટેલ અને 19 વર્ષીય પુત્ર સાહિલ પટેલ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યાં બંનેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે પ્રાથમિક તપાસમાં આર્થિક સંકડામળના કારણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે

Videos similaires