સુરતઃ ડાંગમાં ઘોડવહળ ગામે 8 વર્ષના માસૂમ બાળકે ટીવીના રિમોટ સાથે વિસ્ફોટક પદાર્થ જોડી દેતાની સાથે ધડાકો થયો હતો આ ધડાકાથી બાળકને હાથ અને છાતીના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી ઘટનાની જાણ થતાં જ પરિવારનો સભ્યો તેને તાત્કાલિક સારવાર અર્થે શામગહાન આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા પથ્થર તોડવા વપરાતા (ડિટોનેટર) વિસ્ફોટકનો વાયર રિમોટના સેલ સાથે જોડી દેતા ઘટના બની હતી સદનસીબે બાળકનો જીવ બચી ગયો હતો બાળક હાલ સારવાર હેઠળ છે