છોટાઉદેપુરઃરાષ્ટ્રપતિના હસ્તે શૌર્ય ચક્ર મેળવ્યા બાદ આજે આસામ રાઈફલમાં ફરજ બજાવતા આર્મી જવાન લિલેશ રાઠવા આજે ટ્રેન મારફતે છોટાઉદેપુર પહોંચ્યા હતા છોટાઉદેપુરમાં પુષ્પહાર સાથે લિલેશ રાઠવાનું સ્વાગત કરાયું હતું છોટાઉદેપુર ખાતે લિલેશ રાઠવાએ બિરસામુંડાની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પી હતી મ્યાનમાર બોર્ડર ઉપર આતંકવાદીઓને ખાતમો બદલ લિલેશ રાઠવાને શૌર્ય ચક્રથી સન્માનિત કરાયા હતા