જાસપુર ગામમાં વિકલાંગે 100 ફૂટ ઊંડા કુંવામાં ઝંપલાવ્યું, ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરીને બચાવી લીધો

2019-04-24 689

વડોદરાઃપાદરા તાલુકાના જાસપુર ગામના હરિપુરા વિસ્તારમાં અવાવરૂ કૂવામાં વિકલાંગ વિક્રમભાઇ બળવંતભાઇ વાઘેલાએ કુંવામાં ઝપલાવ્યું હતું વડોદરાના ફાયર ફાયટર્સે 100 ફૂટ ઊંડા કૂવામાંથી વિકલાંગને બહાર કાઢ્યો હતો અને 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો

હરિપુરા ગામના વિકલાંગ આધેડે 100 ફૂટ ઉડા કૂવામાં પડ્યો હોવાની માહિતીની જાણ થતાં જ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા તુરંત જ ગામના આગેવાનોએ પાદરા પોલીસને જાણ કરી હતી અને ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી વડોદરા ફાયર બ્રિગેડની ટીમે દોરડાની સીડીની મદદથી ઊંડા કૂવામાં લાશ્કરોને ઉતાર્યાં હતા અને ભારે જહેમત બાદ કૂવામાંથી વિકલાંગને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો

Videos similaires