ગોતામાંથી યુવકના અપહરણના સીસીટીવી સામે આવ્યા, ભાજપના કોર્પોરેટર સામે આરોપ

2019-04-24 1,676

અમદાવાદ:ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા ગોતામાં રહેતા અને જમીન દલાલીનું કામ કરતા યુવાનનું 4 લોકોએ ગાડીમાં અપહરણ કરીને મહેસાણા લઇ ગયા હતા આ યુવાનનું ગઈકાલે દિન દહાડે અપહરણ કરી ગાડીમાં બેસાડી લઈ જતા સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા જ્યાં તેને એક બંગલામાં ગોંધી રાખી ચપ્પાં વડે હુમલો કરી ઈજાગ્રસ્ત હાલતમાં ઓગણજ સર્કલ પર ફેંકી દીધો હતો જે અંગે પરિવારજનોએભાજપના કોર્પોરેટર દિનેશ દેસાઈ પર કિડનેપિંગનો આરોપ લગાવ્યો છે ગઈકાલે જ્યારે અપહરણ થયું હતું ત્યારે યુવાનના પિતાએ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જો કે ફરિયાદમાં કોઇ પણ આરોપીનું નામ લખાવ્યું નહતુ, જ્યારે મીડિયા સમક્ષ સ્થાનિક કોર્પોરેટરે અપહરણ કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો

Videos similaires