રાજકારણના એક ખેલાડીએ બોલીવુડના ખેલાડી સાથે ઘણી જ હળવી શૈલીમાં વાતચીત કરી, પોતાના ઘણાં પાસાઓ ઉજાગર કર્યા અક્ષય કુમાર સાથેના નોન પોલિટિકલ ઇન્ટરવ્યૂમાં અક્ષયે મોદીના સૂવાની ટેવ અંગે સવાલ કર્યા હતા, અને વાત જ્યારે સોશિયલ મીડિયાની આવી ત્યારે પીએમે કહ્યુ હતુ કે હું તમારૂ અને ટ્વિંકલજી બંનેનું ટ્વિટર એકાઉન્ટ જોવ છુ, અને તે જે રીતે મારા પર ગુસ્સો કાઢે છે એ પરથી સમજાય કે તમારા પારિવારિક જીવનમાં શાંતિ રહેતી હતી