જામનગર:ઉત્તર બેઠકના ધારાસભ્ય અને તાજેતરમાં જ જેમને રાજ્યકક્ષાનું મંત્રીપદ મળ્યું છે તે હકુભા જાડેજા જામનગરમાં રીક્ષા ચલાવતા જોવા મળ્યાં હતા જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં શહેર પ્રમુખ હસમુખ હિન્ડોચા પેસેન્જર બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે વીડિયોમાં હકુભા જાડેજા રીક્ષાની ડ્રાઈવીંગ સીટ પર બેસીને ઉપસ્થિત લોકો સાથે હળવા મૂડમાં વાતચીત કરતાં જોવા મળ્યાં હતા હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે