આઇએસઆઇએસએ શ્રીલંકાના સ્યુસાઇડ બોમ્બર્સનો એક વીડિયો રિલીઝ કર્યો છે, જેમાં તમામ આતંકી જૂથના વડા અબુ બકર અલ-બગદાદીનું નામ લઇ ઇસ્ટર સન્ડે સીરિયલ બ્લાસ્ટને સફળ બનાવવાની પ્રતિજ્ઞા લઇ રહ્યા છે આ વીડિયોમાં આઠ જેહાદીઓ એક સર્કલમાં ઉભા છે, એકબીજાંના હાથ ઉપર હાથ રાખી ISIS ખલીફને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા કરે છે અબુ બકર અલ-બગદાદી છેલ્લાં 5 વર્ષની અંડરગ્રાઉન્ડ છે અને અવાર-નવાર તેનાં મોતના સમાચાર આવતા રહે છે આ તમામ આતંકીઓ એકબીજાંના હાથ પકડી સૂત્રોચ્ચાર કરે છે અને પછી આકાશ તરફ હાથ ઉંચા કરી દે છે શ્રીલંકામાં ગત રવિવારે 8 સીરિયલ બ્લાસ્ટ થયાં છે જેમાં 10 ભારતીયો, 45 બાળકો સહિત 359 લોકોનાં મોત થયા છે અને 500થી વધુ ઘાયલ છે