ઓક્સિજનના સિલિન્ડર સાથે મતદાન કરવા પહોંચ્યા, કહ્યું; 'એક મત દેશનું ભવિષ્ય બદલી શકે છે'

2019-04-23 629

વડોદરાઃવડોદરા શહેરમાં સ્વાઇન ફ્લુથી પીડિત દર્દીએ ઓક્સિજનના સિલિન્ડર સાથે મતદાન મથકે આવીને મતદાન કરવાની ફરજ પૂરી કરી હતી બિમારીથી પીડિત દર્દીએ જણાવ્યું કે, એક મત દેશનું ભવિષ્ય બદલી શકે છે આજે હું મારી મતદાન કરવાની ફરજ પૂરી કરવા માટે આવ્યું છું

વડોદરા શહેરના તરસાલીમાં રહેતા અને બજરંગ દળના અગ્રણી સુનિલભાઇ પાટીલ બીમાર હોવા છતાં આજે મતદાનની ફરજ પૂરી કરી હતી સુનિલભાઇ પાટીલ છેલ્લા એક માસથી પથારીવસ છે તેઓને સ્વાઇન ફ્લુ થયો હતો તે બાદ તેઓને શ્વાસની બિમારી શરૂ થઇ હતી હોસ્પિટલમાંથી 4 દિવસ પહેલાં જ તેઓ રજા લઇને ઘરે આવ્યા હતા અને પોતાના ઘરમાં આઇસીયુ બનાવ્યું છે આજે તેઓ ઓક્સિજન સિલિન્ડરની સુવિધા સાથે તરસાલી ન્યુ ઇરા હાઇસ્કૂલ મતદાન બુથમાં મતદાન કરવા માટે આવ્યા હતા

Free Traffic Exchange

Videos similaires