અંકલેશ્વરના પીરામણ ગામમાં કોંગ્રેસના ખજાનચી અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ અને તેમના પુત્ર ફૈઝલ પટેલે મતદાન કર્યું હતુંભરૂચ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો તેઓએ ભરૂચના નેત્રંગ ખાતે તેઓએ મતદાન કર્યું હતું ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો ભરૂચ લોકસભાના બીટીપીના ઉમેદવાર છોટુભાઈ વસાવાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો તેઓએ વાલિયા તાલુકાના વાસણા ખાતે મતદાન કર્યું હતું રાજ્યકક્ષાના મંત્રી અને અંકલેશ્વર ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલે હાંસોટ તાલુકાના કુડાદરા ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું અને વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરૂણસિંહ રાણાએ અમલેશ્વર ગામમાં મતદાન કર્યું હતું