ધર્મેન્દ્ર, હેમા માલિની પછી સની દેઓલ પણ ભાજપમાં જોડાયા

2019-04-23 1,708

ધર્મેન્દ્રઅનેહેમા માલિનીપછી આજેસની દેઓલપણભાજપમાં જોડાઈ ગયા છે આજે કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ અને રક્ષા મંત્રી નિર્મલા સીતારમણની હાજરીમાં એક્ટર સની દેઓલ ભાજપમાં જોડાયા છે નોંધનીય છે કે, થોડા દિવસ પહેલાં જ બીજેપી અધ્યક્ષઅમિત શાહસાથે સની દેઓલનો એક ફોટો વાયરલ થતાં જ તેઓ બીજેપીમાં જોડાશે તેવી વાત વાયરલ થઈ હતી

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમિત શાહ બોલિવૂડ એક્ટર સની દેઓલને પંજાબમાંથી ચૂંટણી લડાવવા માંગે છે સૂત્રોનું માનવું છે કે, પંજાબમાં ગુરદાસપુર અને અમૃતસર જેવી કોઈ પ્રતિષ્ઠિત સીટ પરથી સની દેઓલને ઉમેદવાર બનાવવામાં આવી શકે છે