દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ અને નવસારીમાં ઈવીએમ ખરાબ થયા

2019-04-23 306

સુરતઃ દક્ષિણ ગુજરાતની ચાર બેઠકો સુરત, વલસાડ, નવસારી અને બારડોલીમાં સવારથી ઉત્સાહ સાથે મતદાન ચારી રહ્યું છે દરમિયાન મતદાન બુથ પર ઈવીએમ ખરાબ થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે જેમાં સુરતના નવીવ ઘેલા સ્કૂલ ખાતે એક ઈવીએમ ખરાબ થઈ ગયું હતું જોકે, તાત્કાલિક રિપેર કરી દેવામાં આવ્યું હતું જ્યારે વલસાડમાંમાં ડીએમડીજી સ્કૂલના 135 નંબરના બુથ ઉપર ઈવીએમ બગડ્યું હતું ચૂંટણીના સ્ટાફે તાત્કાલિક ઝોનલ અધિકારીને જાણ કરતા તાત્કાલિક નવું યુનિટ નાખવામાં આવ્યું હતું બગડેલા યુનિટના કન્ટ્રોલ યુનિટના વાયરમાં ખામી આવી હતી નવસારીમાં ચોર્યાસી વિધાનસભામાં આવેલા મોરા- 2ના બુથ નંબર 28માં ઇવીએમમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી જેથી 15 મિનિટ જેટલો ટાઈમ મતદાનની પ્રક્રિયા થંભી ગઈ હતી