સુરત: સુરત લોકસભા બેઠક પર આજે 16,37,595 મતદારો ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં ફ્રીઝ કરશે સવારથી જ સુરતમાં લાઈન લગાવી મતદારો મતદાન કરી રહ્યા છે અને મતદારોમાં મતદાનને લઈને ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે ઇતિહાસ પર નજર નાખતાં સુરત બેઠક પર મતદાનની ટકાવારી વધવાનો લાભ ભાજપને મળતો રહ્યો છે ત્યારે આ વખતે જોવાનું રહ્યું કે, કેટલા ટકા મતદાન થાય છે