ચીનના શાંઘાઈમાં સળગેલી ટેસ્લા કારના સીસીટીવી ફૂટેજ એક યૂઝરે ટ્વિટર પર અપલોડ કરતાં જ ફરી આ કારની સિક્યોરિટી અને સેફ્ટી વ્યવસ્થા વિવાદોમાં આવી છે પાર્કિંગમાં રહેલી મોડલ એસની આ ટેસ્લા કારમાંથી અચાનક જ ધૂમાડો નીકળવા લાગ્યો હતો જે બાદ માત્ર પાંચ જ સેકન્ડમાં તો આ કાર એક ધડાકાની સાથે જ આખી સળગી ગઈ હતી આ કારની પાસે જ પાર્ક કરેલી અન્ય કાર્સને પણ ખાસ્સું એવું નુકસાન થયું હતું આ બંને વીડિયો જોઈને યૂઝર્સે તો એવી પણ કોમેન્ટ કરી હતી કે જ્યાં આ કંપનીની કાર પાર્ક કરી હોય ત્યાં તો ભૂલથી પણ આપણી કાર પાર્ક ના જ કરવી વીડિયો વાઈરલ થતાં જ ટેસ્લા કંપનીએ પણ ખુલાસો કર્યો હતો કે તેમની એક ટીમ આ દુર્ઘટનાની તપાસ કરવા રવાના કરવામાં આવી છે તમને એ પણ જણાવી દઈએ કે યૂએસ બેઝ્ડ કંપનીએ 2013માં લોંચ કરેલી આ કાર તેમાં અચાનક જ આગ પકડાઈને સળગી જવાના કારણે વિવાદોમાં રહી છે