દેવીને પ્રસન્ન કરવાની અનોખી ‘અગ્નિ ખેલી’ પરંપરા, એકબીજા પર ફેંકે સળગતી મશાલ

2019-04-22 229

કર્ણાટકના મેંગલોરમાં દુર્ગા પરમેશ્વરીને પ્રસન્ન કરવા માટે એક અનોખી પરંપરાનું પાલન કરવામાં આવે છે દેવીની કૃપા માટે કટિલમાં ભક્તો એકબીજાની સામે સળગતી મશાલ ફેંકે છે સતત 8 દિવસ સુધી ઉજવાતા આ ઉત્સવમાં લોકો પોતાના જીવની પણ ચિંતા કરતા નથી સદીઓથી ચાલી આવતી આ પરંપરાને ‘અગ્નિ ખેલી’ના નામે ઓળખવામાં આવે છે આ પરંપરા પણ આતુર અને કલત્તુર ગામના લોકો સામસામે આવીને ઉજવે છે જેમાં નારિયેળની છાલમાંથી બનાવાયેલી મશાલ એકબીજા પર ફેંકવામાં આવે છે આ પરંપરા માટે એવી માન્યતા છે કે આમાં ભાગ લેવાથી ભક્તને કોઈ પણ પ્રકારની શારિરીક યાતનામાંથી પણ છૂટકારો મળે છે જો કે આમાં ભાગ લેનાર શ્રધ્ધાળું માત્ર પાંચ જ વાર સળગતી મશાલ સામેની વ્યક્તિ પર ફેંકી શકે છે આ વખતે પણ યોજાયેલી આ પરંપરામાં ભાગ લેવા અને તેને નિહાળવા માટે ભક્તોની ભીડ ઉમટી હતી

Videos similaires